રાજ્યસભા: ગુજરાતમાંથી જેપી નડ્ડા સહિત ભાજપના ચારેય ઉમેદવારોની બિનહરીફ જીત.

  • vatannivat
  • 21-02-2024 02:49 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ચારેય ઉમેદવારોને ગુજરાતમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. નડ્ડા ઉપરાંત અન્ય ત્રણ ઉમેદવારોમાં સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, ગુજરાત ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયક અને ગોધરાના ડૉક્ટર ડૉ. જશવંત પરમારનો સમાવેશ થાય છે. રાજ્યસભા ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર,રીટા મહેતાએ  બતાવ્યું કરી કે આ ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે . 

 ગુજરાત વિધાનસભા સંકુલમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભર્યા હતા. તે બધાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા .રાજ્ય વિધાનસભામાં ધારાસભ્યોની પૂરતી સંખ્યાના અભાવને કારણે વિરોધ પક્ષોએ તેમના ઉમેદવારો ઉભા કર્યા ન હતા. ભાજપના એક ડમી ઉમેદવારે પણ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. આ તમામ વિજેતાઓ શપથ લીધા બાદ રાજ્યસભાના સાંસદ બનશે. નોંધનીય છે કે ગુજરાતના ચાર રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ 2 એપ્રિલે પૂરો થઈ જશે. ભાજપના બે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનો સમાવેશ થાય છે. ભાજપે માંડવિયા અને રૂપાલાને ફરીથી ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા નથી.

ભાજપે નવા ઉમેદવારોની પસંદગીમાં ગુજરાતમાં પ્રદેશવાર અને જ્ઞાતિવાર સંતુલન  બનાવવાની કોશિશ કરી છે . સૌરાષ્ટ્ર મૂળના ધોળકિયા, ઉત્તર ગુજરાતના નાયક અને મધ્ય ગુજરાતના ડૉ.પરમારને ઉમેદવાર બનાવીને પ્રદેશવાર પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર મૂળના સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા લેઉવા પટેલ છે જ્યારે ઉત્તર ગુજરાતમાંથી મહેસાણાના મયંક નાયક અને મધ્ય ગુજરાતમાંથી ગોધરાના ડો.જશવંતસિંહ પરમારના રૂપમાં બે ઓબીસી નેતાઓને તક આપવામાં આવી છે.