જિલ્લા પંચાયત થી નવા સર્કિટ હાઉસ તરફ અંદાજિત રૂ.૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ કરતાં

  • vatannivat
  • 12-02-2024 02:47 PM

 -આગામી દિવસોમાં સરકાર દ્વારા ડેમ પાસે પણ રૂ.૨૮ કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે

 -મહાનગરપાલિકા બનવાની સાથે જ સુરેન્દ્રનગર શહેર ખૂબ જ ઝપડથી પ્રગતિ કરશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે


 આજરોજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે જિલ્લા પંચાયત થી નવા સર્કિટ હાઉસ તરફ અંદાજિત રૂ.૦૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ થયું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અંદાજિત રૂ.પાંચ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત થી નવા સર્કિટ હાઉસ તરફ બ્રિજનું  નિર્માણ કરવામાં આવ્યું છે. દાળમીલ રોડ, કલેકટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા પંચાયત, મુળી, સાયલા, ચોટીલા અને થાન તરફથી જતાં-આવતાં લોકોને આ બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે. ચોમાસામાં ભોગાવો નદીમાં વરસાદી પાણી ભરાવાના કારણે આ રોડ વારંવાર બંધ રહેતો હતો. આજે આ લોકાર્પણથી આ સમસ્યાનો કાયમી સુ:ખદ ઉકેલ આવ્યો છે. આ લોકાર્પણથી સુરેન્દ્રનગર શહેરીવાસીઓની સુખાકારીમાં વધારો થશે. આગામી દિવસોમાં સરકાર  દ્વારા ડેમ પાસે પણ રૂ.૨૮ કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે. જેનો પણ જિલ્લાવાસીઓને ખૂબ જ ટૂંકા સમયગાળામાં લાભ મળશે.સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવતા સરકાર નો આભાર વ્યક્ત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાનો મહાનગરપાલિકામાં સમાવેશ કર્યો છે. મહાનગરપાલિકા બનવાની સાથે જ સુરેન્દ્રનગર શહેર ખૂબ જ ઝપડથી પ્રગતિ કરશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય  ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ  જીજ્ઞાબેન પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ  જયેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ  પંકજભાઈ પરમાર, કારોબારી ચેરમેન  જીતેન્દ્રસિંહ ચાવડા, અગ્રણી સર્વ  મહેન્દ્રભાઈ પટેલ, તાલીમી આઈ.એ.એસ. હિરેન બારોટ, ચીફ ઓફિસર  સાગરભાઇ રાડીયા ઉપસ્થિત રહ્યા હતા.