અગ્નિવીરની ભરતી માટે તૈયારી કરતાં યુવાનો માટે મહત્વનાં સમાચાર, સરકારે કર્યો મોટો નિર્ણય

  • vatannivat
  • 11-03-2023 07:45 AM

- BSF ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 10%  મળશે અનામત

- અગ્નિવીરોને ઉંમર મર્યાદાનાં માપદંડોમાં પણ છૂટ આપવાનો નિર્ણય

ગૃહ મંત્રાલયે BSFના સંદર્ભમાં સૂચના પડી બહાર 

ભારતીય સેનામાં અગ્નિવીર ભરતીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે ખુશખબર છે. કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળો (BSF)માં ભરતી માટે ભૂતપૂર્વ સૈનિકો માટે 10% અનામતની જાહેરાત કરી છે. તેમજ, અગ્નિવીરોને ઉપરી આયુ સીમા માપદંડોમાં પણ છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે તેના પર નિર્ભર છે કે તે પ્રથમ બેંચનો ભાગ હતો કે પછીની બેંચનો ભાગ હતો. ગૃહ મંત્રાલયે 6 માર્ચે આ સંદર્ભમાં એક સૂચના પણ બહાર પાડી હતી. 

અગ્નિવીરોને BSF ભરતી પરીક્ષામાં શારીરિક કાર્યક્ષમતા કસોટીમાં મળશે છૂટછાટ 

ગૃહ મંત્રાલયે અગ્નિવીરોને 10% અનામત આપવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), જનરલ ડ્યુટી કેડર રિક્રુમેન્ટ રૂલ્સ 2015માં સંશોધન કર્યું છે. આ માટેનું અધિકૃત ગેઝેટ નોટિફિકેશન 6 માર્ચ, 2023ના રોજ બહાર પાડવામાં આવેલ હતું. નોટિફિકેશન મુજબ, અગ્નિવીરોને BSF ભરતી પરીક્ષામાં શારીરિક કાર્યક્ષમતા કસોટીમાં પણ છૂટછાટ મળશે.

ભરતીના છેલ્લા તબક્કામાં લેવાશે મેડિકલ ટેસ્ટ 

નોટિફિકેશન અનુસાર, કોન્સ્ટેબલ પદ માટે અગ્નિવરની પ્રથમ બેચના ઉમેદવારોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ મળશે. જ્યારે પૂર્વ અગ્રીવીરોને 3 વર્ષની છૂટછાટ મળશે. અગાઉ, ભારતીય સેનાએ પણ અગ્રીવીરોની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો. ઉમેદવારોએ પહેલા લેખિત કસોટીમાં હાજર રહેવાનું રહેશે. તેઓ પરીક્ષા પાસ કર્યા પછી જ રેલીમાં ભાગ લઈ શકશે. ભરતીના છેલ્લા તબક્કામાં મેડિકલ ટેસ્ટ લેવાશે.

ફેરફાર બાદ ઉમેદવારોને બીજી પરીક્ષાની તૈયારી કરવા માટે સમય મળશે

સેનાએ ભરતી રેલીમાં ભીડ ઓછી કરવા માટે આ નિર્ણય લીધો છે. વધુમાં જણાવીએ તો, અત્યાર સુધી ભરતી પ્રક્રિયામાં સૌથી પહેલા રેલીનું આયોજન કરવામાં આવતું હતું. રેલીમાંથી પસંદ કરાયેલા ઉમેદવારોની મેડિકલ ટેસ્ટ કરવામાં આવતો હતો. પછી જ પરીક્ષા થતી હતી. હવેથી આ ફેરફાર પછી, ઉમેદવારોને બીજી પરીક્ષાની તૈયારી કરવા માટે પણ સમય મળશે.