મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની મેચનું ઉદ્ઘાટન કર્યું

  • vatannivat
  • 12-02-2024 03:19 PM

અમદાવાદના એક  ક્લબ - ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે  સીએટ કંપની દ્વારા આયોજીત ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ રેસનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વભરના ૧૦૦થી વધુ રાઇડર્સે તાજેતરમાં પૂરી થયેલી રાઇડરના ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ૪૮ રાઇડર્સે ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ - ISRLની ૬  ફ્રેન્ચાઇઝી ટીમમાં સ્થાન મેળવ્યું છે. ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ - ISRL વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઇઝ રેસિંગ લીગ છે. 

ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ મેયર સુશ્રી પ્રતિભા જૈન, સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ-ISRLના સહ-સ્થાપક અને લિલેરિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વીર પટેલ, મોટી સંખ્યામાં બાઇક રાઇડર્સ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.