અમદાવાદમાં ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટસ એન્ડ ફાયર સર્વિસ ગેમ્સ-૨૦૨૪નું આયોજન થયું

  • vatannivat
  • 07-02-2024 02:28 PM

-અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે કુલ ૮ મેડલ પ્રાપ્ત કર્યા

ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટસ કોમ્પલેક્સ ગ્રાઉન્ડ ખાતે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટસ એન્ડ ફાયર સર્વિસ ગેમ્સ-૨૦૨૪ની સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટનું આયોજન ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટસ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે અમદાવાદ ફાયર વિભાગ હોસ્ટ બન્યુ હતું. તેમજ બીજીવાર ઇન્ડિયામાં આ સમિટ યોજાઇ હતી, ત્યારે આ ગેમ્સ સમિટમાં કુલ ૧૧ જેટલી ગેમ્સ રમાઇ હતી.

 આ વિવિધ ગેમ્સમાં ભારતભરમાંથી ૨૦૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ એથલેટિક્સમાં ૫ અને કબડ્ડીમાં ૧, વોલીબોલમાં ૧ તેમજ  ગોળા ફેંકમાં ૧મેડલ મળી કુલ ૮ મેડલ  પ્રાપ્ત કર્યા હતા.