સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

  • vatannivat
  • 12-02-2024 02:11 PM

-જનહિતનાં કામો ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓ -પદાધિકારીઓ  તાકીદ કરતા જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા

- બેઠકમાં જિલ્લાના વિકાસ માટે રૂ.૧૩.૨૨ કરોડનાં કુલ ૪૧૨ કામોને મંજૂરી અપાઇ

સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી  મુળુભાઈ બેરાનાં અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી સભાખંડ, સુરેન્દ્રનગર ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીઓ   વિગતવાર સમીક્ષા કરતા રૂ.૧૩.૨૨ કરોડનાં કુલ ૪૧૨ કાર્યોને મંજૂરી આપતા આયોજન મંડળ હેઠળના મંજૂર થયેલા કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. તમામ વિકાસ કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને  તાકીદ કરી હતી.

વધુમાં તેમણે વર્ષ ૨૦૨૩-૨૪ હેઠળ મંજૂર થયેલા વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાઓનો લાભ લોકોને મળી શકે તેમ કહ્યું હતું આ ઉપરાંત તેમણે નગરપાલિકાઓ અને મોટી ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતાના કામોની જોગવાઈ કરવામાં આવે તેમ પણ જણાવ્યું હતું.પ્રદૂષણની સમસ્યા અંગે વાત કરતા મંત્રીઓ   ઉમેર્યું હતું કે, નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લઇ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લો એ હરિયાળો જિલ્લો બનશે.

 

બેઠકમાં જિલ્લા કલેકટર કે.સી. સંપટે આયોજન મંડળની બેઠકની રૂપરેખા આપી હતી.

આયોજન મંડળની આ બેઠકમાં  ૧૫% વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.૮૯૨.૪૫ લાખના સી.સી.રોડ, કોઝ-વે, સિંચાઈ, સ્મશાનમાં માળખાકીય સુવિધાઓ, ભૂમિ સંરક્ષણ, ગટર, શિક્ષણ, સ્થાનિક વિકાસને લગતા કુલ ૨૯૧ કામોને મંજૂરી આપવામાં આવી હતી. ૧૫% વિવેકાધીન જોગવાઈ (અ.જા.) હેઠળ રૂ.૧૬૩.૫૦ લાખના ગટર, સ્મશાનમાં માળખાકીય સુવિધાઓ, રસ્તા, કોઝ-વે વગેરે જેવા કુલ ૫૬ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ૫% પ્રોત્સાહક જોગવાઈ હેઠળના રૂ.૨૭.૦૭ લાખના ભૂમિ સંરક્ષણ  સહિતનાં કુલ ૧૦ કામો તેમજ ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર જોગવાઈ હેઠળ રૂ.૮૯.૫૦ લાખના રસ્તા(નાળું, કોઝ-વે) ગટર, શિક્ષણ, ભૂમિ સંરક્ષણ જેવા કુલ ૨૮ કામો અને નગરપાલિકા વિસ્તારના રૂ.૧૫૦.૦૧ લાખના આરોગ્ય, ગટર, શિક્ષણ, રસ્તા, પાણી પુરવઠા, વીજળીકરણ જેવા કુલ ૨૭ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ જિલ્લામાં આયોજન મંડળની બેઠકમાં કુલ ૧૩૬૧.૫૩ લાખના ૪૨૭ કામોની દરખાસ્ત કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણાનાં અંતે રૂ.૧૩૨૨.૫૩ લાખના કુલ ૪૧૨ કામોને મંજૂર કરવામાં આવ્યા હતાં.


જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જિલ્લામાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પુરી પાડી હતી. આ બેઠકમાં, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્યશ્શા મજીભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખઓ  અને નગરપાલિકા પ્રમુખઓ , જિલ્લા વિકાસ  અધિકારી રાજેશ તન્ના, , અધિક નિવાસી કલેકટર  આર.કે.ઓઝા સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.